- નાઈજીરિયા દેશ વિષે
- નાઈજીરિયા દેશ માં આંતકીઓની સ્થિતિ
- ખેડૂતો ને શા માટે મારવામાં આવ્યા?
Photo Credit: www.washingtonpost.com
નાઈજીરિયા દેશ વિષે
સૌથી પેલા આપણે નાઈજીરિયા દેશ ની વાત કરીયે તો આ દેશ આફ્રિકા ની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. આ દેશ ની વસ્તી લગભગ 20 કરોડ ની આજુબાજુ છે. આ દેશ ની રાજધાની "અબુજા" છે. અને આ દેશ ની ધર્મ વિષે વાત કરીયે તો આ દેશ માં સૌથી વધુ લોકો ઇસ્લામ ધર્મ ને માને છે. ત્યારબાદ સૌથી વધુ અને બીજા નંબરે ક્રિચ્યન ધર્મને મને છે.
નાઈજીરિયા દેશ માં આંતકીઓની સ્થિતિ
આ દેશ ના કેટલાક વિસ્તારોમાં ખુબ વધુ આંતકવાદીઓ છે. પરંતુ હવે આપણે વાત કરીયે મોત ની કે ક્યાં આંતકી સંગઠને સૌથી વધુ લોકો ને માર્યા છે.તો આ સ્થિતિમાં "બોકો હરમ" આંતકી સંગઠન પેલા નંબરે છે. 2009 થી અત્યાર સુધીમાં આ સંગઠને નાઈજીરિયા દેશ ના 30,000 (ત્રીસ હજાર) થી વધુ લોકો ને મારી નાખ્યા છે. બોકો હરમ આંતકી સંગઠન ની 5000 - 10000 આંતકી નું સંગઠન છે. નાઈજીરિયા દેશ ની આર્મી પણ તેમને હરાવી શકતી નથી.
ખેડૂતો ને શા માટે મારવામાં આવ્યા?
'બોકો હરમ" ઘણા વર્ષો થી અહીં લોકો ને બ્લેકમેલ અને અપહરણ કરે છે.તેના કારણે બંને ધર્મ ના લોકો એનાથી ખુબ પરેશાન છે.
હવે અત્યારે હાલ ના સમયે શું થયું કે કેટલાક ગરીબ ખેડૂતો કામ શોધવા માટે નાઈજીરિયા ના ઉત્તર ના વિસ્તારો માં જતા રહ્યા. હવે ત્યાં થયું એવું કે બોકો હરામ સંગઠન નો એક આંતકી એમને મળ્યો અને એ બધા લોકો ને બ્લેક મેલ કરવાનું શરુ કર્યું અને એ બધા લોકોને બંધી બનાવી લીધા. અને હવે એ આંતકી એ લોકો પાસે થી પૈસા અને તે લોકો જે કમાય છે એમાંથી મને પૈસા આપો. અને બધા લોકો પાસે મજદુરી કરાવવા લાગ્યો.
હવે અહીં કેટલાક બચી ગયેલા લોકો અને બંધી બનેલા લોકો એ સાથે મળીને બદલો લેવાનું નક્કી કર્યું. હવે એ લોકોએ એ આંતકી ને બંધી બનાવી લીધો અને એને ખુબ માર્યો. હવે જેવીજ આ ખબર બોકો હરમ આંતકી સંગઠન ના મુખ્યાલય એ પહોંચી. એટલે તરત જ ત્યાંથી અચાનક કેટલીક આંતકીઓ ની ગાડીઓ આવી અને આ બધા ગરીબ લોકો ને મારવાનું શરુ કરી દીધું. તેમણે આ લોકો ને ખુબ જ નિર્દયી રીતે માર્યા છે. સૌથી પેલા એ લોકો ને બાંધવામાં આવ્યા અને મારવામાં આવ્યા. કેટલાક લોકો ના માથા પણ કાપી નાખવામાં આવ્યા. અને એક ઉદાહરણ આપવામાં આવ્યું કે જે પણ લોકો બોકો હરમ ની વિરુદ્ધ જશે એમનો પણ આજ હાલ કરવામાં આવશે.
અત્યારે જે મૃત્યુ અંક છે એ 110 બહાર આવ્યો છે પરંતુ અહીં જે છે એ વધુ લોકો માર્યા છે એવું બધા નું માનવું છે. અને ઘણી બધી સ્ત્રીઓનું પણ અહીં અપહરણ કરવામાં આવ્યું છે.
0 Comments