- આજની અપડેટ
- હરિયાણાના મુખ્યમંત્રી કૃષિ પ્રધાન ને મળ્યા
- ત્રણેય કાયદા રદ કરવાની માંગ
- હરિયાણા ના 1.20 લાખ ખેડૂતો કરી રહ્યા છે સરકાર નું સમર્થન
- હરિયાણા-દિલ્લી ની 4 સરહદો સંપૂર્ણ બંધ
આજની અપડેટ
ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એને આજે 8 ડિસેમ્બર ના રોજ 13 દિવસ પૂરો થયા છે અને આજે ભારત બંધ નું એલાન પણ હતું. તેમ છતાં ખેડૂતો ની સમસ્યાનું કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. આ સિવાય અત્યાર સુધી ખેડૂતો અને સરકાર વચ્ચે 5 બેઠક થઇ ચુકી છે, અને આવતી કાલે એટલે કે 9 ડિસેમ્બર ના રોજ છઠ્ઠા તબક્કાની બેઠક યોજાશે.
આવતી કાલે અમિત શાહ અને ખેડૂતો ના 15 આગેવાનો વચ્ચે છઠ્ઠા તબ્બકાની બેઠક યોજાશે. હવે ટીકરી પર જે ખેડૂતો ભેગા થયા છે એમનું કહેવું છે કે અમને કાયદો પાછો લેવા સિવાય કઈ પણ જોઈતું નથી. આ પરથી કહી શકાય છે કે ખેડૂતો પોતાના નિર્ણય પાર મક્કમ છે. ખેડૂતો ના નેતા રુદ્રસિંહ મનસાએ કહ્યું હતું કે અહીં આ કાયદો રદ કર્યા સિવાય ત્રીજો કોઈ રસ્તો નથી અમને અમિત શાહ પાસે હા અથવા ના માં જવાબ જોઈએ.
હરિયાણાના મુખ્યમંત્રી કૃષિ પ્રધાન ને મળ્યા
આ આંદોલન વચ્ચે હવે હરિયાણા ના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને મળ્યા હતા. બંને વચ્ચે શું-શું વાત ચિત થઇ છે એના વિષે કોઈ પણ જાણકારી મળી નથી.
ત્રણેય કાયદા રદ કરવાની માંગ
ટીકરી બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના યુનિયન સાથે એકઠા થયા છે. તેઓ બધા પોત-પોતના યુનિયન ના ધ્વજ લઈ ને આંદોલન માં સાથ આપી રહ્યા છે. ટીકરી બોર્ડર પર અસંખ્ય ટ્રેકટરો અને ટ્રોલી સાથે ખેડૂતો એકઠા થયા છે એમની એક જ માંગ છે કે આ ત્રણેય કાયદા પાછા લેવામાં આવે એ શિવાય અમને બીજું કઈ પણ ના જોઈએ. આમ ખેડૂતો પોતાની રીતે મક્કમ છે.
હરિયાણા ના 1.20 લાખ ખેડૂતો કરી રહ્યા છે સરકાર નું સમર્થન
મિત્રો એક બાજુ ખેડૂતો ખુબ મક્કમ છે તો એક બાજુ કેટલાક ખેડૂતો ડગી રહ્યા છે. હરિયાણા ના ખેડૂતો ના બે ભાગલા પડી ગયા છે, હરિયાણા ના 1.20 લાખ ખેડૂતો એ સરકારને પાત્ર લખીને સરકાર ના આ કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે ક્યહું છે કે સરકારે આ કાયદો પાછો ના લેવો જોઈએ, પરંતુ હા ખેડૂતો ની માંગ પ્રમાણે એમાં સુધારા કરવા જોઈએ.
હરિયાણા-દિલ્લી ની 4 સરહદો સંપૂર્ણ બંધ
હવે મિત્રો એક નજર અપને ખેડૂતો ના આંદોલન કેટલી સ્થિતિ એ પહોચ્યું છે એના પાર કરીયે તો, હાલ હરિયાણા-દિલ્હીની 4 બોર્ડર - ટીકરી, સિંધુ, ઝારોડા અને ધનસા સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવી છે. અને 2 સરહદો - વડુસરાય અને ઝટિકરા નાના વાહનો માટે ખુલ્લી રાખવામાં આવી છે.
મિત્રો આવીજ બીજી માહિતી અને ખેડૂત ને લગતા સમાચાર માટે અમારી આ વેબસાઈટ ને ફોલ્લો કરો.
અને
તમારું શું મંતવ્ય છે એ પણ નીચે કોમેન્ટ બોક્સ માં જણાવો.
જય જવાન, જય કિસાન
0 Comments