માત્ર ખેડૂતોજ લઇ શકશે લાભ, સરકારની નવી યોજના, હમણાંજ ભરો ફોર્મ
નમષ્કાર ખેડૂત મિત્રો, મિત્રો સરકાર દ્વારા દર વર્ષે નવી-નવી યોજના તથા સ્કીમ જાહેર કરવામાં આવે છે, આ વર્ષે પણ એક યોજના માટે ઓનલાઇન ફોર્મ મંગાવવામાં આવ્યા છે. એ યોજના કઈ છે એની ફુલ માહિતી નીચે આપવામાં આવી છે. આ સિવાય તમને કઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સ માં જણાવજો.
ખેતીવાડી ની યોજનાઓ
ઘટકનું નામ:- અનુ. જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય
સહાયનું ધોરણ:- NFSM (શેરડી- અનુ. જાતિ/ અનુ.જનજાતિ ખેડૂતોને સહાય)
(૧) શેરડી પાકનાં પ્રતિ હેક્ટર વાવેતર દીઠ રૂ.૧૦,૦૦૦/- સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે, (૨) ઉપર મુજબનાં “શેરડી પાકનાં વાવેતર માટે સહાય” ઘટક હેઠળ લાભ મેળવેલ હોય તેવા લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો ૭૦ મે.ટન કરતાં વધુ શેરડી પાકનું ઉત્પાદન મેળવે તો ૭૦ મે.ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે વેચાણ ભાવ મુજબ પ્રતિ મે.ટન ૧૦% રકમની પ્રોત્સાહક સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે; (નોંધ:- રાજ્યનાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, વડોદરા, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ જિલ્લાઓનાં અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે અમલી)
અરજી કરવાની તારીખ:- તા 15/07/2020 થી 31/12/2020 સુધી
-------:: નોંધ ::-------
1. iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
2. અરજીની પાત્રતા તથા બીન-પાત્રતા જે તે નિયુક્ત અધિકરી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણી ના અધારે નક્કી થાય છે. અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે.
3. પુર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓ ને પુર્વ-મંજુર કરે છે.
4. વેરીફીકેશન ની કામગીરી પણ સંપુર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કિ થાય છે.
5. પુર્વ-મંજુરી ના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની ની સાઇન થાય છે.
0 Comments