Ad Code

Ticker

6/recent/ticker-posts

ડુંગળીનાં ભાવમાં થયો વધારો: ડુંગળીનાં ભાવમાં સારો એવો થયો વધારો

 


ડુંગળીના ભાવ માં હાલના દિવસોમાં ભાવમાં સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે. ડુંગળી ના વેપારોમાં હાલ થોડા નિકાસ વેપારો છે જેમકે હાલના સમયમાં રાજસ્થાન માંથી ડુંગળી ની નિકાસ બંધ થઈ ગઈ હોવાથી હાલના સમય માં નાસિક અને સૌરાષ્ટ્ર માંથી ડુંગળી ની નિકાસ સારી એવી વધી છે જેના કારણે ડુંગળીના ભાવમાં રૂ. ૨૦ થી ૨૫ સુધી નો ભાવ વધારો જોવા મળ્યો છે.


મહુવા માર્કેટ યાર્ડ - Mahuva APMC Market Yard Rates

૨૭/૦૧/૨૦૨૧



૨૮/૦૧/૨૦૨૧




આપણે મહુવા માર્કેટ ની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડ માં લાલ ડુંગળીના તારીખ ૨૭ ના રોજ ૧,૮૪,૮૦૦ થેલા ની આવક થઈ છે જેમાં લાલ ડુંગળીના ભાવ રૂ. ૧૬૫ થી ૫૦૧ સુધી ગયા હતા અને તારીખ ૨૮/૦૧/૨૦૨૧ ના રોજ ભાવ ૱ ૧૬૦ થી ૫૪૦ સુધી ગયા હતા. હવે આપણે સફેદ ડુંગળી પર ધ્યાન આપીએ તો સફેદ ડુંગળીના ૨૭/૦૧/૨૦૨૧ ના રોજ ૭૯,૫૦૮ થેલાની આવક સામે ભાવ રૂ. ૧૫૦ થી ૩૮૦ સુધી ગયા હતા અને તારીખ ૨૮/૦૧/૨૦૨૧ ના રોજ ૪૩,૫૮૮ થેલા ની આવક સામે ભાવ ૱ ૧૫૧ થી ૪૦૬ સુધી રહ્યા હતા. આમ ગુજરાત ના ડુંગળી માટેના સૌથી મોટા માર્કેટ યાર્ડ એવા મહુવા માર્કેટ યાર્ડ માં ભાવ માં સારો એવો વધારો જોવા મળ્યો છે.


હવે હાલના સમયે ડુંગળીના ભાવમાં સારો એવો વધારો જોવા મળ્યો છે જેના પગલે લોકો માર્કેટ માં ડુંગળી પહોંચાડી રહ્યા છે. આ કારણે માર્કેટ માં ડુંગળીની આવક સારી એવી વધી રહી છે. અત્યારે હાલ ડુંગળીની નિકાસ શરૂ હોવાથી ડુંગળીના ભાવ માં વધારો જોવા મળી શકે છે.

Post a Comment

0 Comments