Ad Code

Ticker

6/recent/ticker-posts

કાંટાળી તાર ની વાડ માટેની યોજના ૨૦૨૦ - ૨૦૨૧

કાંટાળી તાર ની વાડ માટેની યોજના ૨૦૨૦ - ૨૦૨૧


યોજનાની ટુંક માહિતી:- વન્ય પ્રાણીઓ દ્વારા ખેડુતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડની યોજના


સહાય નું ધોરણ (ટુંકમાં):- કાંટાળા તારની વાડ માટેની યોજના

તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછો ૫ (પાંચ) હેક્ટરનો વિસ્તાર (ક્લસ્ટર) માન્ય રહેશે. રૂ. ૨૦૦ પ્રતિ રનીંગ મીટર અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછું હોઈ તે મુજબ સહાય ચૂકવવામાં આવશે.


સહાયનું ધોરણ (ડિટેલ માહીતી):- યોજના હેઠળ ચુકવવાપાત્ર સહાય બે તબક્કામાં ચુકવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ ૫૦% સહાયની( રૂ. ૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે) ચુકવણી કરવામાં આવશે અને બીજા તબક્કાની ચુકવવા પાત્ર ૫૦% સહાય ( રૂ. ૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે) સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જી.પી.એસ લોકેશન ટેગીંગ સહિતનો ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ ચુકવણી કરવામાં આવશે.


કેટલી વખત લાભ લઈ શકાય:- આજીવન એક વખત


અરજી કરવાની તારીખ:- તા 30/12/2020 થી 31/01/2021 સુધી


અરજી કરવા માટે અહીં ક્લિક કરો 

ખેડૂત મિત્રો એક તમને વિનંતી છે કે આ પોસ્ટ વધુ માં વધુ લોકો સુધી પહોંચાડો જેથી જેમને આ યોજનાનો લાભ લેવો હોય તો લઈ શકે અને એમને મદદ થાય.

Post a Comment

0 Comments