ડુંગળીના ભાવ માં હાલના દિવસોમાં ભાવમાં સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે. ડુંગળી ના વેપારોમાં હાલ થોડા નિકાસ વેપારો છે જેમકે હાલના સમયમાં રાજસ્થાન માંથી ડુંગળી ની નિકાસ બંધ થઈ ગઈ હોવાથી હાલના સમય માં નાસિક અને સૌરાષ્ટ્ર માંથી ડુંગળી ની નિકાસ સારી એવી વધી છે જેના કારણે ડુંગળીના ભાવમાં રૂ. ૨૦ થી ૨૫ સુધી નો ભાવ વધારો જોવા મળ્યો છે.
મહુવા માર્કેટ યાર્ડ - Mahuva APMC Market Yard Rates
આપણે મહુવા માર્કેટ ની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડ માં લાલ ડુંગળીના ૧૫ હજાર થેલા ની આવક થઈ છે જેમાં લાલ ડુંગળીના ભાવ રૂ. ૧૭૦ થી ૬૩૦ સુધી ગયા હતા. હવે આપણે સફેદ ડુંગળી પર ધ્યાન આપીએ તો સફેદ ડુંગળીના ૧૫૬૦૦ થેલાની આવક સામે ભાવ રૂ. ૨૫૦ થી ૪૨૬ સુધી ગયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડ - Gondal APMC Market Yard Rates
ગોંડલ માર્કેટ ની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડ માં લાલ ડુંગળીના ૩૬૦૦ થેલા ની આવક થઈ છે જેમાં લાલ ડુંગળીના ભાવ રૂ. ૧૦૧ થી ૫૧૧ સુધી ગયા હતા. હવે આપણે સફેદ ડુંગળી પર ધ્યાન આપીએ તો સફેદ ડુંગળીના ૫૯૦૦ થેલાની આવક સામે ભાવ રૂ. ૧૬૧ થી ૩૪૬ સુધી ગયા હતા.
હવે હાલના સમયે ડુંગળીના ભાવમાં સારો એવો વધારો જોવા મળ્યો છે જેના પગલે લોકો માર્કેટ માં ડુંગળી પહોંચાડી રહ્યા છે. આ કારણે માર્કેટ માં ડુંગળીની આવક સારી એવી વધી રહી છે. માર્કેટમાં ડુંગળી ની આવક વધવાના કારણે ડુંગળીના ભાવમાં આવનારા સમયમાં ઘટાડો જોવા મળી શકે છે.
0 Comments