પુણેની સીરમ ઇનસ્ટીટ્યુટમાં આગ લાગી હતી. જોકે આ SIIના બાયોટેકની બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં આવી ચૂકી છે. મહત્વનું છે કે, કોરોનાની વેક્સિન કોવિશિલ્ડ બનતી હોય તે બિલ્ડિંગમાં આગ નથી લાગી
પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં લાગી ભીષણ આગ
કોવિશિલ્ડ બનતી હોય તે બિલ્ડિંગમાં નથી લાગી આગ
લોકોને બચાવવા અમારી પ્રાથમિકતા: અદાર પૂનાવાલા
ફાયરબ્રિગેડની 14 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી. અદાર પૂનાવાલાએ કહ્યું કે, લોકોને બચાવવા અમારી પ્રાથમિકતા છે. ફસાયેલા લોકોને બહાર કાઢવા પર અમારૂ ફોકસ છે.
સિરમ ઇન્સ્ટિટયૂટના બીજા માળે આગ લાગી હતી. ફાયરની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
પૂણેના સિરમ ઇન્સ્ટિટ્યૂના બીજા માળે આગનો બનાવ બન્યો છે. સદનસીબે જ્યાં કોરોના વેક્સિન બને છે તે પ્લાન્ટ સલામત હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ આગ સીરમના નવા પ્લાન્ટમાં લાગી છે.
મહારાષ્ટ્રના પૂણેની મંજરી સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાનમાં આગનો બનાવ બન્યો છે. 300 કરોડના ખર્ચે બનેલ આ પ્લાનટ કોરોના વેક્સિન કોવશિલ્ડનું મોટા પાયે પ્રોડ્કશન કરવાની યોજના છે. ગત વર્ષે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉધ્ધાટન કર્યું હતું, પરંતુ આ પ્લાન્ટમાં હાલ વેક્સિનનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું નથી.
હાલ ઘટનાસ્થળ પર 8 ફાયરની ગાડીઓ હાજર છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે
News Credit:- vtv News
0 Comments