Ad Code

Ticker

6/recent/ticker-posts

રાજકોટઃ ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં ધાણાની હરાજીમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

 રાજકોટઃ ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં ધાણાની હરાજીમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ





રાજ્યમાં આ વખતે શિયાળામાં તો માવઠા થયા પરંતુ ભર ઉનાળે પણ બે દિવસ પહેલા રાજ્યના ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.


ધોરાજી તાલુકામાં પણ કમોસમી વરસાદના કારણે પાકને ઘણું નુકસાન થયું હતું. જેના કારણે ધાણાના વાવેતરમાં ફાલ ઓછો આવવાના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા. ખેડૂતોના માથે ચિંતાના વાદળ છવાયા હતા.


આ વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં ધાણાની હરાજીમાં સારા ભાવ મળતા ધાણાનું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની હરાજીમાં પ્રતિ મણ 1800થી 2100 રૂપિયા ભાવ બોલાયો હતો.


નોંધનીય છે કે, ગત વર્ષે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની હરાજીમાં પ્રતિ મણ 1 હજારથી 1200 રૂપિયાનો ભાવ ખેડૂતોને મળ્યો હતો. ત્યારે ચાલુ વર્ષે 700થી 1 હજાર રૂપિયા વધુ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.




અમારી તમામ અપડેટ્સ તમારા મોબાઈલ માં મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો. જોઈન થાઓ

Post a Comment

0 Comments