Ad Code

Ticker

6/recent/ticker-posts

દૂધસાગર ડેરીની ચૂંટણીની જાહેરાતના થોડા કલાકો પહેલાજ પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ની ધરપકડ

દૂધસાગર ડેરીની ચૂંટણીની જાહેરાતના થોડા કલાકો પહેલાજ પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ની ધરપકડ

  • વિપુલ ચૌધરી ની ધરપકડ
  • ડેરીના નાણા ની હેરફેર નો આરોપ
  • દૂધ મંડળીમાંથી હટાવવા અપાઈ હતી નોટિસ
  • કોણ છે વિપુલ ચૌધરી?


વિપુલ ચૌધરી ની ધરપકડ

મહેસાણાના દૂધસાગર ડેરીના રૂ. 22 કરોડના સાગરદાણ  કૌભાંડ મામલે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર થી મોડી રાત્રે CID ટીમે ધરપકડ કરી છે. મહેસાણા માં આવેલ દૂધસાગર ડેરી ની 5 જાન્યુઆરી ના રોજ ચૂંટણી યોજાવાની છે, તો તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી છે.


ડેરીના નાણા ની હેરફેર નો આરોપ

ડેરીના ડિરેક્ટર અશોક ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે, તેમણે ડેરીના કર્મચારીઓને પ્રોત્સાહન માટે વધારાના બે પગાર આપી રૂ. 12 કરોડની ચુકવણી કરી હતી. તેમાંથી કર્મચારીઓ પાસેથી 80 ટકા રકમ ઉઘરાવીને પોતાને જે સાગરદાણ કૌભાંડના રૂ. 9 કરોડ જમા કરવાના હતા તે રકમમાં ભરપાઈ કરી છે.


જોડીયાની દૂધ મંડળીમાંથી હટાવવા અપાઈ હતી નોટિસ

જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કલામ-23 હેઠળ વિપુલ ચૌધરી ને દૂધ મંડળીમાં સભ્ય પદેથી દૂર કેમ ના કરવા તેનો ખુલાસો એટલે કે તા. 8 સુધીમાં કરવા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. પરંતુ રજિસ્ટ્રાર ના કહેવા મુજબ જે ગામના રહેવાસી છે એજ ગામની માંડળીમાં સભ્યપદ રહી શકે છે, જયારે વિપુલ ચૌધરી જોડિયા ગામના રહેવાસી નથી.


કોણ છે વિપુલ ચૌધરી?

1995માં ભાજપની કેશુભાઈની સરકાર સામે બાળવા બાદ શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં રચાયેલી રાજપા સરકારમાં વિપુલ ચૌધરી ગૃહપ્રધાન અને વાહન વ્યવહાર પ્રધાન બન્યા હતા. જોકે ફરી શંકરસિંહ વાઘેલા સાથે મતભેદ ઉભો થતા તેમનો સાથ છોડી દીધો હતો અને ત્યારબાદ તેઓ ફરી ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધ સાગર ડેરીના ચેરમેન બન્યા હતા.

Post a Comment

0 Comments