Ad Code

Ticker

6/recent/ticker-posts

આવતી કાલે ભારત બંધ, જાણો શું શું રહેશે બંધ

આવતી કાલે 8 ડિસેમ્બર ના રોજ ભારત બંધ નું એલાન કરવામાં આવ્યું છે.
  • આવતી કાલે ભારત બંધ
  • કોણે કોણે આપ્યું સમર્થન?
  • શું શું રહેશે ખુલ્લું અને શું શું રહેશે બંધ?
  • કોણે કર્યું છે ભારત બંધ નું એલાન?
આવતી કાલે ભારત બંધ, જાણો શું શું રહેશે બંધ


આવતી કાલે ભારત બંધ
 મિત્રો,આવતી કાલ એટલે કે 8 ડિસેમ્બર ના રોજ એક દિવસ માટે ભારત બંધ નું એલાન કરવામાં આવ્યું છે. મિત્રો હાલ તમને જાણ જ હશે કે સરકાર દ્વારા જે નવું કૃષિ બિલ પસાર કરવામાં આવ્યું છે. એના વિરોધ માં હાલ સમગ્ર ભારતમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો ની માંગ છે કે આ કૃષિ બિલ જે પસાર કારવામાં આવ્યું છે એને રાદ કરવામાં આવે અથવા તો એમાં સુધારો કરવામાં આવે. આ બિલ માં જે જોગવાઈઓ કરવામાં આવી છે તેના કારણે મોટા અને શ્રીમંત ખેડૂતો ને કઈ પ્રોબ્લેમ નહિ આવે પરંતુ જે નાના ખેડૂતો છે એમને ખુબ મોટું નુકશાન થશે અને મંડી માં મોનોપોલી સર્જાશે. જેના કારણે ખેડૂત ભાઈઓ આંદોલન કરી રહ્યા છે.

કોણે કોણે આપ્યું સમર્થન?
મિત્રો, ખેડૂતો ઘણા દિવસો થી આ આંદોલન કરી રહ્યા છે, અત્યારે હાલ નવા રિપોર્ટ મુજબ દિલ્હી ની સરહદ પર 96,000 (છન્નું હજાર) ટ્રેકટર અને 1 કરોડ 20 લાખ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. મિત્રો આ જે ભારત બંધ નું એલાન કરવામાં આવ્યું તો આ આંદોલન ને વેપારીઓ, વકીલો, શિક્ષકો, દુકાનદારો, મોટા વાહન ચાલકો જેવા કે બસ ચાલકો, ટ્રક ચાલકો વગેરે, તથા પેટ્રોલ પંપ, ધારા સભ્યો, અપક્ષ વગેરે લોકો એ આ આંદોલન ને સમર્થન આપ્યું છે.

શું શું રહેશે ખુલ્લું અને શું શું રહેશે બંધ?
મિત્રો આ ભારત બંધ ના પગલે પુરા ભારત દેશ માં સંપૂર્ણ વસ્તુ બંધ રહેશે, જેમાં બસ, દુકાન, મોલ,પેટ્રોલ પમ્પ, શાકભાજી, રીક્ષા, બધોજ વાહનવ્યવહાર વગેરે વસ્તુ બંધ રહેશે. આ ભારત બંધ એલાન હોવા છતાં કેટલીક વસ્તુ ખુલ્લી રહેશે જેમકે દવાખાના, મેડિકલ સ્ટોર વગેરે.

કોણે કર્યું છે ભારત બંધ નું એલાન?
મિત્રો તમે બંધ માહિતી તો મળી ગઈ હશે કે ભારત બંધ એલાન કેમ કરવામાં આવ્યું તથા આ આંદોલન ના પગલે શું શું વસ્તુ બંધ રહેશે અને કઈ કઈ વસ્તુ ખુલ્લી રહેશે, આ સિવાય કોણ લોકો એ આ એલાન ને સમર્થન આપ્યું એ પણ જાણ થઇ ગઈ હશે.
હવે અપને વાત કરી એ કે આ ભારત બંધ એલાન આપ્યું કોણે? તો મિત્રો હું તમને જાણવું કે આ એલાન ખેડૂતો ના જે આગેવાનો છે એમને એલાન કર્યું છે અને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમારી માંગ પુરી કરવામાં નહિ આવે ત્યાં સુધી અમે આ આંદોલન કરતા રહેશું.
જો મિત્રો તમે પણ આ ભારત બંધ એલાન ને સમર્થન આપતા હોય તો નીચે કોમેન્ટ બોક્સ માં જણાવો.
જય જવાન, જય કિસાન.

Post a Comment

0 Comments