Breaking News! કેન્દ્ર સરકારે 9 સ્ટેડિયમ ને જેલ બનાવવા માટે દબાણ કર્યું હતું: અરવિંદ કેજરીવાલ
- સ્ટેડિયમ ને જેલ માં ફેરવવા દબાણ
- ભારત બંધ દરમિયાન એમ્બ્યુલન્સ અને લગ્નગાડી ની અવાર જવર થઇ શકશે.
- ખેડૂતો નો હવે પછીનો ટાર્ગેટ
- મહિલાઓ કરે છે ઓનલાઇન મિટિંગ
- શું કહ્યું કૃષિ મંત્રીએ?
સ્ટેડિયમ ને જેલ માં ફેરવવા દબાણ
મિત્રો, આજે ખેડૂતો ના આંદોલન ને 12 મોં દિવસ થઇ ગયો છે, છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. હાલ ખેડૂતો સિંધુ બોર્ડર પર ધામા નાખીને બેઠા છે. તો દિલ્લી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂતો ને મળ્યા અને ખુબ મોટો ખુલાસો કર્યો છે. એમને કહ્યું કે દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકાર દ્વારા 9 સ્ટેડિયમ ને જેલ માં ફેરવવા માટે મંજૂરી માંગવામાં આવી હતી, અને આ મંજૂરી આપવા માટે અમારા પર દબાણ પણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં અમે આ મંજૂરી આપી નથી. આ આંદોલન ને પંજાબ, હરિયાણા થી માંડી સમગ્ર દેશ ના ખેડૂતો તથા વિદેશોથી પણ સમર્થન મળી રહ્યું છે.
ભારત બંધ દરમિયાન એમ્બ્યુલન્સ અને લગ્નગાડી ની અવાર જવર થઇ શકશે.
ખેડૂતો ના આગેવાનો દ્વારા પહેલા જ એલાન કરી દેવામાં આવ્યું છે કે 8 ડિસેમ્બર એટલે કે મંગળવાર ના રોજ ભારત બંધ છે. તો આ ભારત બંધ ના એલાન ને કોંગ્રેસ સહીત 19 રાજકીય પક્ષો એ સમર્થન આપ્યું છે. ખેડૂતો ના નેતાએ કહ્યું છે કે 8 તારીખ ના રોજ પૂરો દિવસ ભારત બંધ રહેશે અને 3 વાગ્યા પછી ચક્કા જામ કરવામાં આવશે. તો આ ભારત બંધ વચ્ચે પણ એમ્બ્યુલન્સ અને લગ્ન ની ગાડીઓ અવર-જવર કરી શકશે.
ખેડૂતો નો હવે પછીનો ટાર્ગેટ
ખેડૂતો અને સરકાર વચ્ચે અત્યાર સુધીમાં કુલ 5 બેઠકો યોજાઈ ચુકી છે. તેમ છતાં આ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. હવે 8 ડિસેમ્બર ના રોજ ભારત બંધ પછી પણ જો આ સમસ્યાનો કોઈ નિકાલ નહિ આવે તો ખેડૂતો બદરપુર બોર્ડર સુધી આગેકૂચ કરશે અને બદરપુર બોર્ડર પર ધામ નાખશે. આ મામલે પોલીસ પણ વધુ સક્રિય થઇ ગઈ છે, અને પોતાના સ્તરે ખેડૂતોની સ્ટ્રેટેજી જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
મહિલાઓ કરે છે ઓનલાઇન મિટિંગ
મિત્રો આ આંદોલન 12 દિવસ થી સતત ચાલી રહ્યું છે. મિત્રો તમે ઘણા આંદોલનો જોયા હશે પરંતુ એવું એકોય આંદોલન જોયું નહિ હોય કે જેમાં મહિલાઓ પણ આંદોલન કરી રહી હોય. જી હા મિત્રો આ આંદોલન માં મહિલાઓ પણ ખુબ સારી રીતે સાથ આપી રહી છે. મહિલાઓ એ નવી પદ્ધતિ અપનાવી છે, તેઓ ઓનલાઇન મિટિંગ માટેની એપ્લિકેશનો દ્વારા આ આંદોલન ને સફળ બનાવવા માટે ઓનલાઇન મિટિંગો કરી રહી છે.
શું કહ્યું કૃષિ મંત્રીએ?
મિત્રો, કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી એ રવિવાર એટલે કે 6 ડિસેમ્બર ના રોજ જણાવ્યું હતું કે, હું નથી માનતો કે સાચા ખેડૂતો જે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા છે તેઓ આ વાતથી ચિંતિત છે. અમુક રાજકીય લોકો અને પક્ષો આગમાં ઘી હોમી રહ્યા છે. મને નથી લાગતું કે આ કાયદો પાછો લેવો જોઈએ. પણ હા જરૂર પડ્યે તેમાં અમુક સુધારા થઈ શકે છે.
મિત્રો તમારું શું માનવું છે, એ નીચે કોમેન્ટ બોક્સ માં જણાવો.
જય જવાન, જય કિસાન.
0 Comments