Ad Code

Ticker

6/recent/ticker-posts

કોરોના વેક્સીન આવી ગઈ...! બ્રિટને આપી દુનિયાની સૌથી પહેલી કોરોના વેક્સીન ને મંજૂરી

કોરોના વેક્સીન આવી ગઈ...! બ્રિટને આપી દુનિયાની સૌથી પહેલી કોરોના વેક્સીન ને મંજૂરી

  • કોરોના વેક્સીન સમાચાર
  • ફાઇઝર ની વેક્સિન વિશે
  • ફાઈઝર ની વેક્સિન નું ભારતમાં આગમન?

કોરોના વેક્સીન આવી ગઈ...! બ્રિટને આપી દુનિયાની સૌથી પેલી કોરોના વેક્સીન ને મંજૂરી

કોરોના વેક્સીન સમાચાર

કોરોના વેક્સિન ને લઈને સૌથી મોટા અને સારા સમાચાર આવ્યા છે. બ્રિટનની સરકારે ફાઈઝર ને કોરોના ની વેક્સિન તરીકે મંજૂરી આપી દીધી છે. આ વેક્સિન આવતા અઠવાડિયામાં લોકોને આપવાની શરૂઆત થાય એવી પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


બ્રિટનની મેડિસિન્સ અને હેલ્થ કેર પ્રોડક્ટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે વેક્સિન સુરક્ષાના બધા માપદંડોને મળતી આવે છે અને એ સારી અને અસરકારક વેક્સિન છે. સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ આવતા અઠવાડિયામાં આ વેક્સિન બ્રિટનમાં મળશે.


ફાઇઝર ની વેક્સિન વિશે

આ રેસિં 95 ટકા અસરકારક સાબિત થઈ છે. અમેરિકા ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએનટેક ની જોઈન્ટ કોરોના વેક્સિન ફેઝ-૩ ટ્રાયલમાં 95 ટકા અસરકારક સાબિત થઈ છે. આ વેક્સિન ની કોઈ પણ ગંભીર આડઅસર જોવા મળી નથી ફાઈઝર આ મહિના એટલે કે ડિસેમ્બર મહિના સુધી આ વેક્સિન ના પાંચ કરોડ ડોઝ તૈયાર કરવાની યોજના ધરાવે છે.


ફાઈઝર ની વેક્સિન નું ભારતમાં આગમન?

કોરોના ના ઈલાજ માટે ફાઈઝરની વેક્સિન ભારતમાં લાવવા માટે ઘણી મુશ્કેલી સર્જાય શકે છે. જાણકાર લોકોના જણાવ્યા પ્રમાણે આપણા દેશ ભારતમાં આ રસીને સંગ્રહવા માટે કોલ્ડ સ્ટોરેજની સગવડતા નથી તથા લોજિસ્ટિક સગવડતા પણ નથી આ ઉપરાંત ફાઈઝરની વેક્સિન ની કિંમત પણ ઘણી વધુ છે. 


આવી અગવડતા હોવા છતાં ભારત સરકાર ની કંપની સાથે આ વેક્સિન ભારતમાં ઉપલબ્ધ કરાવવા માટે વાતચીત કરવા તૈયાર છે. આપણા દેશ ભારતમાં મોટા શહેરો તથા જે મેટ્રો શહેરો છે તેમાં પણ આ રસીને સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજ ની પૂરતા પ્રમાણમાં સગવડતા નથી.

News Refferance:- Divya_Bhaskar

Post a Comment

0 Comments