Ad Code

Ticker

6/recent/ticker-posts

ખેડૂતોને હાશકારો! 8 કલાક સતત વિના કાપે વીજળી આપવાનો મોટો નિર્ણય, કૃષિમંત્રીએ કરી જાહેરાત

 👉ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે.








👉ખેડૂતોને મળતી વીજળીને લઈને મોટો નિર્ણય


👉ખેડૂતોને 8 કલાક સતત વીજળી મળી રહેશ


👉આજથી આ બાબતે અમલીકરણ કરવામાં આવશે 



ગુજરભરમાં વીજળીની સમસ્યાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. જેથી ઠેર ઠેર ખેડૂતો આંદોલીત જોવા મળી રહ્યા છે. સમયસર પાણી અને વીજળી ન મળી રહેતા ખેતીમાં નુકશાન વેઠવાનો વારો આવી રહ્યાની ફરિયાદ સાથે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ખેડૂતોએ પ્રદર્શન કર્યુ હતુ. ત્યારે ખેડૂતોને મળતી વીજળીને લઈને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મળતી વીજળીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે


👉ખેડૂતોને મળતી વીજળી અંગે કોંગ્રેસે પણ આરોપ લગાવ્યો હતો. 


ગુજરભરમાં વીજળીની સમસ્યાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. જેને લઈને મહેસાણા, નવસારી, સાબરકાંઠા, સાણંદ સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ સરકાર સામે રોષ પ્રગટ કરી, પુરતી વીજળીની માગ કરી રહ્યા હતાં. તો આ સાથે વિધાનસભા ગૃહમાં પણ કોંગ્રેસે ખેડૂતોની સમસ્યા મુદ્દે હંગામો મચાવ્યો હતો. ખેડૂતોના મુદ્દે સરકાર વિધાનસભામાં ખોટા આંકડા રજૂ કરી રહી હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો. 





Post a Comment

0 Comments