Ad Code

Ticker

6/recent/ticker-posts

Breking News: ગુજરાતની સરકારી શાળાઓમાં ‘ભગવદ્દ ગીતા’ ભણાવાશે


  • ‘હિજાબ’ વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી વાઘાણીની જાહેરાત
  • શાળામાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો સમાવેશ
  • ધો 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે

ગુજરાત વિધાનસભામાં અત્યારે ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન આજે શિક્ષણ અને રમત-ગમત વિભાગની બજેટની વધારાની માંગણી પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિપક્ષના આક્ષેપ પર પલટવાર કરતાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિધાનસભા ગૃહમાં અગત્યની જાહેરાત કરી હતી. જે અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ ભાગવદ ગીતાનો વિષય પણ ઉમેરવામાં આવશે.


આ અંગેની જાહેરાત કરતાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળામાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે. ભાગવદ્દ ગીતાના અમુક શ્લોક અને અમુક પંક્તિઓ શરૂઆતના તબક્કામાં પ્રાર્થના સ્વરૂપે લેવામાં આવશે. ધોરણ 6 થી 9ના અભ્યાસ ક્રમમાં ભાગવત ગીતાના અમુક પાઠ અને કાવ્યો રાખવામાં આવશે. જ્યારે ધોરણ 9 થી 12 અભ્યાસક્રમમાં ભગવદ્દ ગીતાના અમુક અંશો રાખવામાં આવશે. જેથી બાળકને પહેલાથી આધ્યાત્મિક જ્ઞાન મળી રહે.


આ સિવાય શાળાઓમાં શ્રીમદ ભગવદ્દ ગીતા આધારિત શ્લોક, વકતૃત્વ, નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃતિઓ યોજવામાં આવે.

Post a Comment

0 Comments