Ad Code

Ticker

6/recent/ticker-posts

થઈ શકે છે આ બે દેશ વચ્ચે યુદ્ધ, એક નવા યુદ્ધના ભણકારા? આ દેશે કહ્યું, હા અમે જ મિસાઈલ એટેક કર્યો


  • અમેરિકી દૂતાવાસ પર થયેલા મિસાઈલ એટેકની જવાબદારી ઈરાને લીધી
  • સીરિયામાં ઈઝરાયેલના હુમલાના જવાબમાં આ એટેક કરવામાં આવ્યો
  • રવિવારે ઈરબિલ શહેરમાં થયેલા આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નહોતી

યૂક્રેન પર રશિયાના હુમલા વચ્ચે નવો સંઘર્ષ સામે આવી રહ્યો છે. નોંધનિય છે કે, ઈરાકમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ પર જે મિસાઈલ એટેક થયો હતો તેની જવાબદારી ઈરાને લીધી છે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે સીરિયામાં ઈઝરાયેલના હુમલાના જવાબમાં આ એટેક કરવામાં આવ્યો હતો. ઈરાનનું કહેવું છે કે ઈઝરાયેલના હુમલામાં તેના સૈન્ય રિવોલ્યુશનરી ગાર્ડના બે સભ્યો માર્યા ગયા હતા. ઈરાકના વિદેશ મંત્રાલયે રવિવારે ઈરાનના રાજદૂતને બોલાવીને હુમલાનો વિરોધ કર્યો હતો અને તેને દેશની સાર્વભૌમત્વનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું હતું. જોકે, રવિવારે ઈરબિલ શહેરમાં થયેલા હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.


આ હુમલાને કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાકની સરકારે આ હુમલાની સખત નિંદા કરી, તેને “આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોનું ઉલ્લંઘન” ગણાવ્યું અને ઈરાની નેતૃત્વ પાસેથી ખુલાસો માંગ્યો છે. ઈરાકના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અહેમદ અલ-શહાફે જણાવ્યું હતું કે મંત્રાલયે રાજદ્વારી વિરોધ નોંધાવવા ઈરાનના રાજદૂત ઈરાજ મજેદીને બોલાવ્યા છે.


અમેરિકાએ આ હુમલાની સખત નિંદા કરી અને કહ્યું કે આ એક અસૈન્ય નિવાસ પર બિનજરૂરી હુમલો છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે ઈરાનને જવાબદાર ઠેરવવા માટે ઈરાકી સરકારને સમર્થન આપીશું અને ઈરાન તરફથી આવા જોખમોનો સામનો કરવા માટે અમે અમારા પશ્ચિમ એશિયાઈ ભાગીદારોને સમર્થન કરીશું.


અમેરિકી અધિકારીએ કહ્યું કે અમારો દેશ ઈરાકની સંપ્રભુતા, સ્વતંત્રતા અને પ્રાદેશિક અખંડિતતા સાથે ઉભો છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમેરિકી સરકારી કચેરીને કોઈ નુકસાન થયું નથી અને વાણિજ્ય દૂતાવાસ ટાર્ગેટ હોવાનો પણ કોઈ સંકેત નથી.


ઈરાનના શક્તિશાળી રિવોલ્યુશનરી ગાર્ડે તેની વેબસાઈટ પર જણાવ્યું કે તેણે ઈરબિલમાં ઈઝરાયેલના જાસૂસી કેન્દ્ર પર હુમલો કર્યો. આ દરમિયાન, ઈરાને પ્રાદેશિક દુશ્મન સાઉદી અરબ સાથે વર્ષોથી ચાલ્યા આવતા તણાવને ઓછો કરવાના હેતુથી બગદાદના મધ્યસ્થીવાળી ગુપ્ત વાટાઘાટોને સ્થગિત કરી દીધી છે.

Post a Comment

0 Comments