Ad Code

Ticker

6/recent/ticker-posts

હિજાબ વિવાદ: મુસ્લિમ વિદ્યાર્થીઓ નહિ પહેરી શકે હિજાબ


કર્ણાટક હિજાબ વિવાદ પર મંગળવારે કર્ણાટક હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે શાળા કોલેજોમાં હિજાબ પ્રતિબંધના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે હિજાબ પહેરવું એ ઇસ્લામની ફરજિયાત પ્રથાનો ભાગ નથી.


ઉડુપીની વિદ્યાર્થિનીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરીને શાળાઓમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગી હતી. કોર્ટે વિદ્યાર્થિનીઓની અરજીને ફગાવી દેતા કહ્યું કે, વિદ્યાર્થીઓ સ્કૂલ ડ્રેસ પહેરવાની ના પાડી શકે નહીં.


શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરના પ્રતિબંધનો મુદ્દો. પ્રતિબંધને પડકારતી અરજીઓ કર્ણાટક હાઇકોર્ટએ ફગાવી. વિદ્યાર્થી સ્કૂલ યુનિફોર્મ પહેરવાથી ઈન્કાર ન કરી શકે. હિજાબ પહેરવો જરૂરી નહીં: કર્ણાટક હાઇકોર્ટ. હિજાબ પહેરવું એ આવશ્યક ધાર્મિક પ્રથા નથી: હાઇકોર્ટ

Post a Comment

0 Comments