પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા મકાન -ફ્લેટની ખરીદી ઉપર હાલમાં અરજદારને 2.67 લાખની સબસીડી આપવામાં આવે છે. હવે તે જ તે જ રીતે જુના મકાનમાં રિનોવેશન કરવા માટે કે કાચા મકાનને પાકું બનાવવા માટે અરજદારે લીધેલી લોન ઉપર સરકાર તરફથી સબસિડીનો લાભ મળવા પાત્ર છે જેની મોટા ભાગના અરજદારોને જાણકારી હોતી નથી.
કેન્દ્ર સરકાર જે રીતે નવા મકાનની ખરીદી ઉપર ઉપર વ્યાજ સહાય આપે છે તે જ રીતે આ લોન પર પણ સબસિડીની સહાય હાઉસિંગ ફોર ઓલ મિશન હેઠળ આપવામાં આવે છે.
જો કે તેના માટે અરજદાર ને જે તે અધિકૃત બેક ,હાઉસિંગ ફાઇનાન્સ કંપની કે સહકારી બેકમાં જરૂરી પુરાવાઓ રજૂ કરવા પડશે. તેમજ જયારે અરજદાર લોન લે ત્યારે ક્રેડિટ લિઁક સબસીડી યોજના (CLSS)નો લાભ લેવા ઈચ્છે છે તેવું સ્પષ્ટ પણે અરજીમાં જણાવવાનું રહેશે. નાણાકીય સંસ્થાઓ તેમજ અરજદારની વ્યાજ સહાયની માગણીની પાત્રતા જે તે બેક દ્વારા ચકાસવામાં આવે છે. ત્યાર બાદ દર મહિનાના અંતે નેશનલ હાઉસિંગ બૅક અરજીને મજૂરી માટે હુડકોને મોકલશે.
અરજદાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની નિયત પદ્ધતિ ને અનુસરીને તે જ મુજબ સબસિડીની રકમ તેના ખાતામાં જમા થશે. અરજદારને સમિતિ દ્વારા એક વાઉચર અથવા સર્ટિફિકેટ આપવામાં આવશે. અરજદારે આ સર્ટિફિકેટ બેકમાં રજૂ કરવાનું રહેશે જેના આધારે અરજદારના ખાતામાં વ્યાજ સહાય ની રકમ જમા થશે.
લોન પર વ્યાજ સહાયની રકમ મેળવવા માટે અરજદારે ભારત સરકારની કોઈપણ યોજનાનો લાભ લીધો હોવો જોઈશે નહીં. જો અરજી કરનાર વ્યક્તિ કે જે તેના મકાનનું રીનોવેશન અથવા કાચા મકાનને પાકું બનાવવા ઈચ્છતો હશે તો તેને ભારત સરકારની કોઈપણ આવાસ યોજના નો પણ લાભ લીધેલો હોવો જોઈશે નહીં. જો આવો લાભ નહીં લીધો હોય તો જ તેને સબસીડી મળવા પાત્ર થશે.
એટલુંજ નહીં પરંતુ અરજદારના કુટુંબના કોઈપણ સભ્ય ભારત ભરમાં પોતાની માલિકીનું પાકું મકાન ન ધરાવતા હોવા જોઈએ તો જ તે આ લાભ લઈ શકશે. અરજદાર જે વ્યક્તિઓનો તેના કુટુંબમાં સમાવેશ કરે તેમાં તેની પત્ની-પતિ અને અપરણિત બાળકોનો સમાવેશ થાય થાય છે.
0 Comments