કોને લાભ મળે?
• ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)
શું લાભ મળે?
1. (AGR-૨ FM) યોજનામાં દર ૭ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.
• સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૨૪,૦૦૦/- (૫ ટાઇન્સ), રૂ.૧૬,૦૦૦/- (૭ ટાઇન્સ), રૂ. ૧૭,૦૦૦/- (૯ ટાઇન્સ), રૂ.૧૯,૩૦૦/- (૧૧ ટાઇન્સ), રૂ.૨૧,૦૦૦/- (૧૩ ટાઇન્સ), રૂ.૨૨,૪૦૦/- (૧૫ ટાઇન્સ).
• નાના/સીમાંત/મહિલા ખેડૂતને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૩૦,૦૦૦/- (૫ ટાઇન્સ), રૂ.૧૮,૦૦૦/- (૭ ટાઇન્સ), રૂ. ૨૧,૩૦૦/- (૯ ટાઇન્સ), રૂ.૨૪,૧૦૦/- (૧૧ ટાઇન્સ), રૂ.૨૬,૯૦૦/- (૧૩ ટાઇન્સ), રૂ.૨૮,૦૦૦/- (૧૫ ટાઇન્સ), બ માંથી જે ઓછું હોય તે.
2. NFSM (Pulses) યોજનામાં દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.
• સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૧૬,૦૦૦/- (૩૫ BHPથી વધુ) તેમજ નાના/સીમાંત/મહિલા ખેડૂતને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૦,૦૦૦/- (૩૫ BHP થી વધુ) એ બે માંથી જે ઓછું હોય તે.
3. NFSM (OS&OP) યોજનામાં દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.
• સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૧૨,૦૦૦/- (૨૦ થી ૩૫ BHP સુધી), રૂ.૧૬,૦૦૦/- (૩૫ BHP થી વધુ) તેમજ નાના/સીમાંત/મહિલા ખેડૂતને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૫,૦૦૦/- (૨૦-૩૫ BHP સુધી), રૂ.૨૦,૦૦૦/- (૩૫ BHP થી વધુ) એ બે માંથી જે ઓછું હોય તે.
અરજી સાથે જરૂરી પુરાવાઓ
• અરજી કરેલ હોય તેની નકલ
• જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)
• જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો
• બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક
• આધારકાર્ડ ની નકલ
(દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)
અરજી ક્યાં કરવી?
ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવા લિંક
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx
0 Comments