- ભારતની મિસાઇલથી પાકિસ્તાન ડરી ગયું
- પાકિસ્તાની વાયુસેનાના ડેપ્યુટી ચીફની હાકલપટ્ટી
- બે માર્શલને પણ પાકિસ્તાને સસપેન્ડ કર્યા
9 માર્ચના રોજ ભારત તરફથી ભૂલથી છોડવામાં આવેલી મિસાઈલને લઈને પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. ભારતની મિસાઈલથી પાકિસ્તાન ડરી ગયું છે. પાકિસ્તાની વાયુસેનાના ડેપ્યુટી ચીફ અને બે માર્શલની હકાલપટ્ટી કરવામાં આવી છે. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનરે કહ્યું કે ભારત આપણું કાશ્મીર લઈ લેશે.
મિસાઈલ મુદ્દે પાકિસ્તાનમાં તણાવ વધી ગયો છે
આપને જણાવી દઈએ કે આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે પાકિસ્તાનનો રાજકીય પારો પણ ખૂબ જ ગરમ છે અને ઈમરાન સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવા જઈ રહ્યું છે. દરમિયાન કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને મિસાઇલને સમયસર શોધી ન શકવા બદલ એરફોર્સના ડેપ્યુટી ચીફ અને બે એર માર્શલ્સને બરતરફ કરી દીધા છે.
મિસાઈલ પાકિસ્તાનમાં 124 કિમી સુધી પહોંચી હતી
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે સંસદમાં પાકિસ્તાન તરફ ભૂલથી છોડેલી મિસાઈલને લઈને નિવેદન આપશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગત બુધવારે એક નિઃશસ્ત્ર સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાની ક્ષેત્રના 124 કિમીની ત્રિજ્યા સુધી પહોંચી હતી. રક્ષા મંત્રાલયે તેને ‘ટેકનિકલ ખામી’ના કારણે ઘટના ગણાવી હતી.
શાહ મહેમૂદ કુરેશીએ આ માંગણી કરી હતી
બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે, ભારત તરફથી પાકિસ્તાની ક્ષેત્રમાં આકસ્મિક રીતે મિસાઈલ પડવી એ એક ‘ગંભીર મામલો' છે, જેને ભારત તરફથી માત્ર ‘સુપરફિસિયલ સ્પષ્ટતા’ દ્વારા ઉકેલી શકાય નહીં. તેમણે આ મામલાની સંયુક્ત તપાસની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો.
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતે તેના પર ખેદ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે મિસાઈલ ‘આકસ્મિક’ રીતે પડી ગઈ હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાને સંયુક્ત તપાસ માટે હાકલ કરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ઘટનાની ઊંડી નોંધ લેવા અને ક્ષેત્રમાં વ્યૂહાત્મક સ્થિરતા જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે તેની યોગ્ય ભૂમિકા ભજવવા માટે આહ્વાન કર્યું છે.
0 Comments